TOP WEEKLY POST

JOIN WHATS APP GROUP

Sunday, July 3, 2016

UNIT TEST....SOCIAL SCIENCE. {STD~6}.. CHAP-1..

ad300
Advertisement
સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 6,   સત્ર: 1
પ્રકરણ - 1 ઇતિહાસ જાણવાના સ્ત્રોત

પ્રશ્નપત્ર: A

કુલ પ્રશ્નો: 17  /   કુલ ગુણ: 17


1.ચિત્રો, વસ્તુઓ કે સિક્કા જેવા સ્ત્રોતોના આધારે કોના વિશે જાણી શકાય છે ?

(A) સમય(B) ફિલ્મો(C) દેશ-વિદેશ(D) ઇતિહાસ

2.ભૂર્જ નામનાં વિશિષ્ટ વૃક્ષો કયા પર્વત પર થાય છે ?

(A) જૂનાગઢ(B) હિમાલય(C) અંબાજી(D) પાવાગઢ

3.રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલો છે ?

(A) મુંબઈ(B) દિલ્લી(C) ચેન્નઈ(D) કોલકત્તા

4.ધાતુ કે પથ્થર પર કોતરેલા લેખો કયા નામે ઓળખાય છે ?

(A) અભિલેખો(B) પાષાણલેખો(C) ભોજલેખો(D) ધાતુલેખો

5.શામાંથી આપણને ઇતિહાસ વિષયક જાણકારી મળી રહે છે ?

(A) સંગ્રહપોથીમાંથી(B) હાલના વાસણોમાંથી(C) આજના નકશામાંથી(D) એકેયમાંથી નહીં

6.તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને શું કહે છે ?

(A) ભોજપત્ર(B) તામ્રપત્ર(C) તાડપત્ર(D) ભૂપત્ર

7.ભૂર્જ નામનાં વૃક્ષોની છાલનો ઉપયોગ કરીને બનાવાતા પત્રોને શું કહે છે ?

(A) ભોજપત્ર(B) તામ્રપત્ર(C) તાડપત્ર(D) ભૂપત્ર

8.કઈ પદ્ધતિથી પુરાતન સમયના અવશેષોનો ચોક્કસ સમય જાણી શકાય છે ?

(A) કાર્બન ડેટિંગ પદ્ધતિથી(B) એસિડ ટેસ્ટ પદ્ધતિથી(C) ત્રણેય પદ્ધતિથી(D) બેઈઝ ટેસ્ટ પદ્ધતિથી

9.વર્તમાનને સમજવા માટે શાની જાણકારી હોવી જરૂરી છે ?

(A) ભવિષ્યકાળની(B) ત્રણેયની(C) વર્તમાનકાળની(D) ભૂતકાળની

10.પથ્થર કોતરીને લખવામાં આવેલા લેખને શું કહે છે ?

(A) તાડપત્ર(B) તામ્રપત્ર(C) ભોજપત્ર(D) શિલાલેખ

11.તાડના વૃક્ષની છાલ ઉપર લખવામાં આવતા લેખોને શું કહેવામાં આવતું ?

(A) તાડપત્ર(B) તામ્રપત્ર(C) ભૂપત્ર(D) ભોજપત્ર

12.શ્રી હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી કયા શહેરમાં આવેલી છે ?

(A) અમદાવાદમાં(B) વડોદરામાં(C) રાજકોટમાં(D) પાટણમાં

13.જ્યાં અભિલેખો રાખવામાં આવે છે તેને શું કહે છે ?

(A) અભિલેખાભવન(B) અભિલેખામકાન(C) અભ્યાસલેખાગાર(D) અભિલેખાગાર

14.પ્રાચીન સમયનો ઇતિહાસ જાણવાવાળી વ્યક્તિને કયા નામે ઓળખશો ?

(A) ભાષાવિદ(B) ઇતિહાસવિદ(C) પુરાતત્ત્વવિદ(D) સમાજવિદ

15.તાડપત્રો અને ભોજપત્રો પર મુખ્યત્વે કઈ લિપિ જોવા મળે છે ?

(A) સધુક્કડી(B) ભોજપુરી(C) પાંડુ(D) અવધિ

16.અભિલેખોમાં કોનો સમાવેશ થતો નથી ?

(A) તાડપત્રો(B) તામ્રપત્રો(C) શિલાલેખો(D) ત્રણેયનો

17.જ્યારે વીસમી સદી‌ પૂરી થઈ ત્યારે ડિસેમ્બર 2000માં લગભગ તમામ વર્તમાનપત્રોમાં વીસમી સદીમાં બનેલા બનાવોની વિગતો ચિત્રાત્મક રીતે આવી હતી,તેને શું નામ આપવામાં આવ્યું હતું ?

(A) મિનિમમ ગેલેરી(B) મિલેનિયમ ગેલેરી(C) મિલિયન ગેલેરી(D) મેક્સિમમ ગેલેરી

*

સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 6,   સત્ર: 1
પ્રકરણ - 1 ઇતિહાસ જાણવાના સ્ત્રોત

જવાબો - પ્રશ્નપત્ર : A

કુલ પ્રશ્નો: 17  /   કુલ ગુણ: 17


(  1) D(  2) B(  3) B(  4) A(  5) A(  6) B(  7) A(  8) A(  9) D(10) D(11) A(12) D(13) D(14) C(15) C(16) A(17) B

 

posted from Bloggeroid

Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 comments: