JOIN WHATS APP GROUP

Sunday, June 26, 2016

HISTORY OF SUNDAY...{ रविवार नो इतिहास}...JANO KEM SUNDAY J RAJA JAHER THAYELI 6E...

ad300
Advertisement
રવિવારે જ રજા કેમ ? જાણો રસપ્રદ ઇતિહાસ

- જે વ્યક્તિના કારણે ભારતીયોને રવિવારે રજા મળી છે તેમનું નામ છે નારાયણ મેઘાજી લોખંડે. તેમને ભારતમાં કામદાર આંદોલનના પ્રણેતા તરીકે પણ ઓળખવામાં આવે છે.

- નારાયણ લોખંડે જ્યોતિરામ ફુલેના સત્યશોધક આંદોલનના કાર્યકર્તા હતા તથા કામદારોના નેતા પણ હતા.

- 19મી સદીમાં ટેક્સટાઈલ મિલોમાં મજૂરોની પરિસ્થિતિ સુધારવામાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

- ફૂલેએ નારાયણ લોખંડેની મદદથી ‘બોમ્બે મિલ હેન્ડ્સ એસોસીએશન’નો પ્રારંભ કર્યો હતો.

- મુંબઈથી પ્રસિદ્ધ થતા ‘દિનબંધુ’નું મેનેજમેન્ટ પણ લોખંડેએ 1880થી સંભાળ્યું હતું. 

 
અંગ્રેજોએ પ્રસ્તાવ ન સ્વીકારતા શરૂ થયું 7 વર્ષ લાંબુ આંદોલન

 
- સાતેય દિવસ મજૂરોને કામ કરવા અંગે નારાયણ લોખંડેનું એવું માનવું હતું કે, "અઠવાડિયામાં સાત દિવસ આપણે પરિવારની જરૂરિયાતોને પૂરી કરવા માટે કામ કરીએ છીએ. પરંતુ જે સમાજના કારણે આપણને નોકરીઓ મળી છે, તે સમાજની સમસ્યાઓને દૂર કરવા માટે મજૂરોને અઠવાડિયામાં કોઈ એક દિવસની રજા મળવી જોઈએ."

- અઠવાડિયામાં કોઈ એક દિવસ રજા મળવી જોઈએ તે અંગે લોખંડેએ અંગ્રેજ સત્તા સામે પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ અંગ્રેજ સરકાર આ પ્રસ્તાવ માનવા તૈયાર નહોતી.

- રજૂઆતો દ્વારા માંગ ન સંતોષાતા છેવટે નારાયણે લોખંડેએ અઠવાડિયાની એક દિવસની રજા માટે આંદોલન શરૂ કર્યું હતું.

- આ આંદોલન ધીમે-ધીમે ઉગ્ર બનતું ગયું હતું. અંદાજીત 7 વર્ષ આ આંદોલન ચાલ્યું હતું.

- અંતે અંગ્રેજો આંદોલન સામે ઝૂક્યા હતા અને 10 જૂન, 1890ના રોજ રવિવારની રજાની જાહેરાત કરી હતી.

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

posted from Bloggeroid

Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 comments: