Advertisement |
નમસ્કાર, ટેક્નોલોજીના આ વિભાગમાં આજે આપણે Zip ફાઈલ વિશે જાણશું. થોડા દિવસ પહેલા મે એક યુનિટ ટેસ્ટની ફાઈલ મુકી હતી જે Zip ફાઈલ બનાવીને મુકેલ હતી. તો ઘણા લોકો કહે તે ખુલતી નથી. પણ તેમને Zip ફાઈલ વિશે જ્ઞાન નથી. તો ખાસ તેમના માટે આ પોસ્ટ છે. વિદ્યાર્થીઓ જે કમ્પ્યુટર શીખે છે તેમના માટે પણ ઉપયોગી થશે.
■ Zip ફાઈલ છે શું?
- Zip ફાઈલ એ ઘણી ફાઈલો અથવા એક ફાઈલનું કમ્પ્રેસ(નાનું) કરેલ રુપ છે. દેશી ભાષામાં કહીએ તો એક પડિકું છે.
- તેમાં તમે ગમે તેવી ફાઈલ મુકી શકો છો. જેમકે વર્ડ, એક્સેલ, PPT, ફોટો, વિડીયો વગેરે. આમ ઘણી બધી ફાઈલની એક જ ફાઈલ બની જશે.
■ Zip ફાઈલ શા માટે? તેના ફાયદાઓ
- ઈ-મેઈલમાં અથવા અપલોડ માટે ઘણી બધી ફાઈલોને એક ફાઈલ બનાવી મોકલી શકાય.
- Zip ફાઈલની સાઈઝ એ તેમાં રહેલ તમામ ફાઈલોની સાઈઝ કરતા નાની હોય છે. તે સાઈઝ ઘટાડે છે. આથી ફાઈલોને ઝડપથી મોકલી શકાય.
- તેમા પાસવર્ડ પણ રાખી શકાય છે. જેથી તમારી ફાઈલ સુરક્ષીત રહે.
- Zip ફાઈલ જગ્યા ઓછી રોકે છે.
- Zip ફાઈલમાં વાઈરસ પ્રવેશી શકતા નથી. તે તેનો સૌથી મોટો ફાયદો છે.
■ Zip ફાઈલ ખોલવા માટેના સોફ્ટવેર અને એપ
- Zip ફાઈલને બનાવવા અને ખોલવા માટે બે રીતો છે. તમે તેને કમ્પ્યુટરમાંથી પણ ખોલી શકો અને એન્ડ્રોઈડ ફોનમાંથી પણ.
- તેના માટે નીચેનો સોફ્ટવેર અને એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો નીચેથી.
→ કમ્પ્યુટર માટે Winzip સોફ્ટવેર :- ડાઉનલોડ
→ એન્ડ્રોઈડ ફોન માટે ES File Explorer :- ડાઉનલોડ
■ Zip ફાઈલને Unzip કેમ કરવી? નવી Zip કેમ બનાવવી?
→ કમ્પ્યુટર માટે...
ઉપરનો સોફ્ટવેર install કરો. હવે કોઈપણ Zip ફાઈલ હશે તેના પર ક્લિક કરતા તે ખુલી જશે. Unzip એટલે ફાઈલને બહાર કાઢવી. તો ફાઈલ પર Right Click કરીને Extract file પસંદ કરો પછી જગ્યા પસંદ કરો ત્યા ફાઈલ નીકળી જશે. ફાઈલ Zipમાં તો રહેશે જ. ગમે તેટલી વાર કાઢી શકશો.
- Zip ફાઈલ બનાવવા માટે ફાઈલો પસંદ કરી Right Click કરો અને Add to Archive માં જાવ. તેમાં Zip પસંદ કરી Ok પર ક્લિક કરતા ફાઈલ બની જશે.
→ એન્ડ્રોઈડ માટે...
- ઉપરથી એપ install કરો. Zip ફાઈલ મોબાઈલમાં ખુલશે. તેમાંથી પણ ફાઈલને સિલેક્ટ કરી Unzip કરવા Extract પસંદ કરી બહાર કાઢો.
- Zip બનાવવા માટે ફાઈલો પસંદ કરી મેનુ પર ક્લિક કરો ત્યા Add To Archive હશે. પછી Zip પસંદ કરો એટલે મોબાઈલમાંથી Zip તૈયાર.
posted from Bloggeroid
0 comments: